જન સંપર્ક અધિકારી શાખા
જન સંપર્ક અધિકારી એ કલેક્ટર કચેરીની તમામ શાખાઓને જોડતી કડી રૂપ છે. જન સંપર્ક અધિકારી એ કલેક્ટર કચેરીની તમામ શાખાઓને જોડતી કડીરૂપ અધિકારી છે. જન સંપર્ક અધિકારી દ્વારા “સિંગલ વિન્ડો સિસ્ટમ” જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. શિક્ષિત તેમજ અશિક્ષિત એમ તમામ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાનું મહત્વનું કાર્ય જન સંપર્ક અધિકારી દ્વારા કરવામાં આવે છે. અગત્યની બેઠકો અને નાગરોકોના પ્રશ્નોના નિરાકરણનું કાર્ય જન સંપર્ક અધિકારી દ્વારા થાય છે.
મુખ્ય કામગીરી
- સામાન્ય વહીવટ
- નાગરિકોની ફરીયાદો
- બેઠકોનું આયોજન
- સમાજ સુરક્ષા યોજનાઓનું અમલીકરણ
- રેકર્ડ અને સ્ટેશનરીની જાળવણી
- નાગરિકોની ફરિયાદો સાંભળવી અને તેને ઉપરી અધિકારીના ધ્યાને મૂકવી.