Close

નાની બચત શાખા

આ શાખા નાની બચત અંતર્ગતની મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના અંગેની એજન્સી આપવાની તથા રીન્યુ કરવાની અને સ્વાતંત્ર સેનાનીને લગતી તમામ માહિતી રાખવી તેમજ સરકારશ્રીમાં પેન્શન મંજૂરી માટે મોકલી આપવુ આ તમામ કામગીરી કરે છે.

મુખ્ય કામગીરી

  • એમ.પી.કે.બી.વાય અંતર્ગતની નવીન એજસીની મંજૂરી.
  • એમ.પી.કે.બી.વાય અંતર્ગતની એજસીની રીન્યુઅલની કામગીરી.
  • એમ.પી.કે.બી.વાય અંતર્ગતની એજસીનીના રીકરીંગ કાર્ડની વહેંચણી.
  • સ્વાતંત્ર સેનાનીઓના પેન્શન કેસ તૈયાર કરવાની કામગીરી.

મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના (એમ પી કે બી વાય) અંગેની સંક્ષિપ્ત માહિતી :

આ યોજનાને મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના તરીકે ઓળખવામાં આવે છે.

આ યોજનાના મુખ્ય હેતુઓ :-

  • ગૃહિણીઓ તેમજ સ્વનિર્ભર લોકોમાં બચતની તેમજ કરકસરની આદત પાડવી.
  • પરિવારના નાણાંકીય આયોજન માટે ગૃહિણીઓને શિક્ષીત કરવી.
  • પોસ્ટ-ઓફિસમાં ૫ વર્ષ માટે રોકાણ કરાવી લોકોનું રોકાણ સુરક્ષીત કરાવવું.