Close

ગ્રામ પંચાયત ચૂંટણી શાખા

ગ્રામ પંચાયત ચૂંટણી શાખા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સંબંધિત કામગીરી કરે છે. જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરીનું રાજ્ય સ્તરેથી રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સંચાલન થાય છે.

મુખ્ય કામગીરી

  • ગ્રામ પંચાયતોના કિસ્સામાં વોર્ડ રચના.
  • ગ્રામ પંચાયત/ તાલુકા પંચાયત/જિલ્લા પંચાયતની મુદ્દત પુરી થતી/મધ્યસત્ર/વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીની કામગીરી..
  • રાજ્ય ચૂંટણી આયોગ તરફથી ફાળવવામાં આવતા ઇવીએમ સંબંધીત કામગીરી.
  • રાજય ચૂંટણી આયોગ તરફથી તેમજ જિલ્લા કલેકટરશ્રી તરફથી વખતો વખત આપવામાં આવતી સુચનાઓ તેમજ આદેશોની અમલવારી.
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વિષયક તમામ કામગીરી.