Close

જમીન સુધારણા શાખા

નાયબ કલેકટર જમીન સુઘારણા કચેરી જિલ્લામાંજમીન સુઘારણા બાબતો સંદર્ભે કામગીરી કરતી મહત્વની કચેરી છે. મામલતદાર અને કૃષિપંચશ્રીઓએ ચલાવેલ તમામ કેસોની ચકાસણી કરી રીવીઝનમાં લેવા પાત્ર કેસો ગ.ધા. કલમ ૭૬.અ હેઠળ ચલાવવામાં છે. આ ઉ૫રાંત મામલતદાર અને કૃષિપંચશ્રીઓએ ચલાવેલ કેસો સામે ગ.ધા. કલમ ૭૪ હેઠળ અપીલ ચાલે છે.

મુખ્ય કામગીરી

  • ગણોતધારાની કલમ- ૭૬.અ હેઠળ રીવીઝન કેસોની કામગીરી.
  • ગણોતધારાની કલમ- ૭૪ હેઠળ અપીલ કેસોની કામગીરી.
  • ગણોતધારાની કલમ-૪૩ હેઠળની નિયંત્રિત સત્તા પ્રકારની જમીન બીન ખેતી/ખેતી કામે સરકારશ્રીના નિયમોનુસાર પ્રિમીયમ વસુલ લઈ આપવાની કામગીરી.
  • લેન્ડ રેવન્યુ કોડની કલમ-૭૩ એ.એ. મુજબ આદિવાસીની જમીન/મકાન વેચાણ કરવાની કામગીરી.
  • ગણોતધારાની કલમ-૬૩ એ. મુજબ બીન ખેડુતને ખેતી જમીન ખરીદ કરવાની પરવાનગી આપવાની કામગીરી.