ચીટનીશ શાખા
“ચીટનીશ” એ અસલમાં એક મરાઠી શબ્દ છે. તેના અર્થ મુજબ … ના સચિવ એમ કહી શકાય. કલેક્ટરશ્રીના ચીટનીશ તરીકે વર્ગ – ૨ ના મહેસુલી અધિકારી ફરજો બજાવે છે, તથા ચીટનીશશ્રીએ તેમના ઉપરી અધિકારીઓને કામના નિકાલ તથા નિર્ણયની પ્રક્રિયામાં મદદરૂપ થવાનું હોય છે.
મુખ્ય કામગીરી
- લેન્ડ રેવન્યુ કોડ – ૧૮૭૯ અને તે નીચેના સંબંધિત વિવિધ કાયદા તથા નિયમો નીચેની કાર્યવાહી
- મહેકમ, હિસાબી, નાની બચત, નગરપાલિકા દફતરની કામગીરીનું સુપરવિઝન
- ઉપરી અધિકારીશ્રી ફરમાવે તેવી બીજી પરચુરણ કામગીરી.
મહેકમ શાખા
કલેકટર કચેરીની મહેમક શાખા કચેરીના કર્મચારીઓ તથા અધિકારીશ્રીના નોકરી બાબતના સેવાકીય વહીવટ સાથે સંકાળાયેલ છે. કલેકટર કચેરીની આ એક મુખ્ય શાખા ગણાય છે. આ શાખામાં બદલી, બઢતી, નિવૃતી, ઉચ્ચતર પગાર ધોરણ, રજા, સિનિયોરીટી વિગેરે કામગીરી કરવામાં આવે છે. આ શાખા ધ્વારા જિલ્લામાં ફરજ બજાવતાં તમામ સંવર્ગના અધિકારી/કર્મચારીશ્રીઓની પર્સનલ માહિતી/ફાઇલ અપગ્રેડ કરવામાં આવે છે. કચેરીમાં જરૂર પડતાં મેન પાવરના નિયમનની કામગીરી કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
મહેકમ – ૧
- વર્ગ – ૧ થી વર્ગ –૪ ના અધિકારી/કર્મચારીશ્રીઓની રજા મંજુરી.
- કર્મચારીની પાસપોર્ટ માટે એન.ઓ.સી.
- વર્ગ – ૩ અને ૪ ના કર્મચારીઓની બદલી.
- પ્રાથમિક તપાસ
- ખાતાકીય તપાસ
- કર્મચારીઓની બઢતી
- વર્ગ – ૧ થી વર્ગ – ૪ ના અધિકારી/કર્મચારીશ્રીઓની નિવૃતી
- કર્મચારીઓની સર્વિસશીટ અપગ્રેડ કરવા.
- રોસ્ટર રજીસ્ટરની નિભાવણી.
- કર્મચારીઓની અર્ઘતન સિનીયોરીટી યાદી.
- કર્મચારીઓને કાયમ કરવા.
- કર્મચારીની જિલ્લા ફેરબદલી/પ્રતિનિયુક્તિ
- જિલ્લામાં ફરજ બજાવતાં આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ (એ.પી.પી) સંવર્ગના અધિકારીશ્રીની રજા મંજુર કરવા, સ્થાવર જંગમ મિલ્કત પત્રક, અન્ય મહેકમની વિગતો સરકારશ્રીમાં મોકલવા બાબત.
મહેકમ – ૨
- સ્થાવર – જંગમ મિલ્કતના એકરારનામા
- અધિકારીશ્રીઓના ખાનગી અહેવાલ સરકારશ્રીમાં મોકલવા.
- રોસ્ટર રજીસ્ટરની નિભાવણી.
- કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા.
- તમામ પ્રકારની ખાતાકીય પરીક્ષાઓ અને તાલીમ
- ચાલુ નોકરીમાં અવસાન પામેલ કર્મચારીના કુટુંબના સભ્યને ઉચ્ચક નાણાંકીય સહાયનો લાભ આપવા બાબત
- જિલ્લામાં ફરજ બજાવતાં તમામ સંવર્ગના અધિકારી/કર્મચારીઓની પર્સનલ ફાઇલની નિભાવણી.
- રેવન્યુ તલાટીઓની બદલી.
- ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત ગૌણ્ સેવા ૫સંદગી મંડળ ઘ્વારા અત્રેના જિલ્લામાં લેવામાં આવતી ૫રીક્ષાઓનુ સુ૫રવીઝન.
- વર્ગ – ૩ના કર્મચારીઓના ખાનગી અહેવાલની જાળવણી.
જમીન શાખા
આ શાખા જમીન મહેસૂલ વહિવટ સાથે સંકળાયેલી જીલ્લા કલેક્ટર કચેરીની મહત્વની શાખા છે. આ શાખાની મુખ્યત્વે ચાર ઉપ શાખાઓ છે. દરેક ઉપ શાખાની મુખ્ય કામગીરીની વિગતો નીચે પ્રમાણે છે :
મુખ્ય કામગીરી
જમીન – ૧ શાખા
- મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ – ૬૫, ૬૫(એ), ૬૫(ખ), ૬૬, ૬૭ હેઠળ બિનખેતી પરવાનગી આપવી.
- સુરત તાલુકાના ગામોની જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાના કામે ગ.ધા.ક.-૪૩ ની પરવાનગીના ખેતી/બીનખેતીના કેસોની કામગીરી.
- જમીનોની કિંમત નક્કી કરવા અંગે જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની કામગીરી.
- AVKUDA માં સમાવિષ્ટ કુલ – ૩૪ ગામોની બીન ખેતી અંગેની કામગીરી.
- સંસ્થા/વ્યક્તિ ધ્વારા જમીન માંગણી અંગે જમીન ફાળવણીની કામગીરી.
- સરકારી સંસ્થા/ગ્રામ પંચાયત વિગેરે માટે શૈક્ષણિક/સામાજીક હેતુ જેવા કે, શાળા/છાત્રાલય બાંધકામ, સ્મ્શાન/કબ્રસ્તાન માટે જમીન નીમ કરવાની કામગીરી.
જમીન – ૨ શાખા (આર.ટી.એસ / સી.ટી.એસ.)
- જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૨૦૩ હેઠળની અપીલ ની કામગીરી.
- પ્રાંત કચેરી દ્રારા નિર્ણયમાં લેવાયેલ કેસોની જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના નિયમ-૧૦૮ (૬) હેઠળ રીવીઝન ની કામગીરી.
- જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના નિયમ-૧૦૮ (૬) હેઠળ સ્યુઓમોટો રીવીઝન ની કામગીરી.
- પરચુરણ અપીલ અંગેની કામગીરી.
- રેકર્ડ ઓફ રાઈટસને લગતી પરચુરણ અરજીને લગતી કામગીરી
જમીન – ૩ તથા જમીન – ૪ શાખા
- આર.આઈ.સી. તપાસણી અંગેની કામગીરી.
- કચેરી તપાસણી અંગેની કામગીરી.
- કચેરી જમાબંધી તપાસણી અંગેની કામગીરી.
- કર્મચારીની દફ્તર તપાસણી અંગેની કામગીરી.
- તલાટીની દફ્તર તપાસણી અંગેની કામગીરી.
- આર.આઈ.સી. (વસુલાત) અંગેની કામગીરી.
- એ.જી.ઓડિટ પારા અંગેની કામગીરી.
- સુરત જીલ્લાની પાક આનાવારીની કામગીરી.
- જમીન મહેસુલ અંગેનો વાર્ષિક વહીવટી અહેવાલ ની કામગીરી.
- વિધાનસભા પ્રશ્ર્નો અંગેની કામગીરી.
- એસ.આઈ.ટી.ની કામગીરી.
- જમીનની જનરલ કામગીરી.