Close

રજીસ્ટ્રી શાખા

આ શાખામાં અરજદારો તરફથી મળેલ અરજીઓ, સરકારી કચેરીઓ તથા અન્ય ઓફિસો માં થી આવેલ ટપાલ મેળવી અધિકારીશ્રી ને ધ્યાને મુકવામાં આવે છે. તેમજ અન્ય શાખાઓ દ્વારા નિકાલ કરેલ અરજીઓ ને સુચવેલ સરનામે રવાના કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી

ઇનવર્ડ (આવક પત્ર નોંધણી)
  • સરકારશ્રી માંથી આવતા પત્રો, પરિપત્રો,ઠરાવો, હુકમો, અરજદારો ની રેફરંસ અરજીઓ વગેરે સ્વીકારવા માં આવે છે.
  • સ્વીકારેલ પત્રો અને અરજીઓને અધિકારીશ્રી ની સુચના મુજબ યોગ્ય શાખામાં ઓનલાઇન નોંધણી કરી પહોંચાડવા માં આવે છે.
  • શાખા માં પહોંચાડેલી ટપાલોની નોંધણીની પ્રિંટ આપવા માં આવે છે.
આઉટવર્ડ (રવાનગી)
  • શાખાઓ તરફથી કરવામાં આવતા તમામ પત્રવ્યવ્હારો ને પત્રમાં દર્શાવેલ સરનામે રવાનગી રજિસ્ટર માં નોંધવામાં આવે છે.
  • આર.પી.એ.ડી થી રવાના કરવાના પત્રો ને આર.પી.એ.ડી રજિસ્ટર માં નોંધી દર્શાવેલ સરનામે રવાના કરવામાં આવે છે.
  • નોંધેલ પત્રોને કવર બનાવી યોગ્ય તેટલી ટિકિટ નું ફ્રેંકીંગ કરી રવાના કરવાની તમામ ટપાલો ને પોસ્ટ ઓફિસ પહોંચાડવા માં આવે છે.
  • ફ્રેંકીંગ ટપાલ ટિકિટો નો હિસાબ રજિસ્ટર માં નોંધી અધિકારીશ્રીની સહી થી પ્રમાણિત કરાવવામાં આવે છે.