Close

રેકર્ડ શાખા

કલેકટર કચેરીમાં કાર્યરત આ શાખા ઓફિસમાં ઉપલબ્ધ તમામ રેકર્ડની પ્રમાણીત નકલો કાઢી આપવાની અને કચેરીમા કાર્યરત બધી શાખાઓના રેકર્ડની જાળવણી, રેકર્ડનું અ,બ,ક,અને ડ વર્ગમાં વર્ગીકરણ અને મુદ્દત વિતેલા રેકર્ડના નાશની કામગીરી કરે છે.

મુખ્ય કામગીરી

  • કલેકટર કચેરીની બધી જ શાખાઓના રેકર્ડની જાળવણી,વર્ગીકરણ અને મુદ્દત વિતેલા રેકર્ડના નાશની કામગીરી.
  • કચેરીની તમામ શાખાઓ માટે જરૂરિયાત મુજબની સ્ટેશનરીની ખરીદી અને વહેંચણી.
  • સરકારી મુદ્રણાલયમાંથી ઇન્ડેન્ટ ધ્વારા સ્ટેશનરી અને બીજી જરૂરી સાધન-સામગ્રીની માંગ.
  • સમગ્ર જિલ્લાના રદ્દી-પસ્તીના નિકાલ માટે વાર્ષિક ઇજારો આપવાની કામગીરી.
  • કચેરીમાં ઉપલબ્ધ હોય તેવા રેકર્ડની અરજદારની માંગણી મુજબની પ્રમાણીત નકલો આપવાની કામગીરી.
  • કચેરીના વર્ગ-૪ ના કર્મચારીઓને ગણવેશ માટેનું કાપડ આપવાની કામગીરી.
  • કર્મચારીશ્રીઓને ડાયરી, કેલેન્ડર આપવાની કામગીરી.
  • ડેડસ્ટોક રજીસ્ટર નિભાવણી.
  • પરચુરણ બિલોની કામગીરી.