ફોજદારી શાખા
આ શાખામાં હથિયાર પરવાના, પેટ્રોલિયમ પરવાના, કાયદો અને વ્યવસ્થાની કામગીરી થાય છે. આ શાખામાં કેન્દ્ર અને રાજય સરકારના ફોજદારી કાયદાઓ, ભારતીય દંડ સંહિતા, પાસા, શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ અને શસ્ત્ર નિયમો ૧૯૬૨ જેવા કાયદાઓ અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
- સ્વરક્ષણ હેતુ હથિયાર પરવાના આપવા તથા પરવાના રીન્યુ કરવા, ડુપ્લીકેટ કાઠી આપવા, હથીયાર ખરીદવાની મુદત વધારી આપવાની, હથિયાર ખરીદ વેચાણની પરવાનગી, હથિયાર ખરીદવા ના- વાંધા પ્રમાણપત્ર, પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા અને હથિયાર પરવાના ટેકન ઓવર કરવાની કામગીરી.
- પેટ્રોલિયમ/એલપીજી/સીએનજી સ્ટ્રોરેજ માટેના- વાંધા પ્રમાણ પત્ર આપવા.
- પોઇઝન પરવાના રીન્યુ કરવા.
- જીલ્લાના કાયદો અને વ્યવસ્થાને લગતા હુકમો પાડવાની કામગીરી.
- નવીન સિનેમા/ વિડિયો પરવાના આપવા.
- સિક્યુરાઇઝેશન એકટ હેઠળની કામગીરી.
- ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપવાની કામગીરી.