હિસાબી શાખા
જિલ્લા તથા જિલ્લામાં આવેલ તાલુકાને લગતી મહેસુલ વિભાગને લગતી ગ્રાન્ટ, ખર્ચપત્રકો, પેન્શન, ઇન્કમટેક્ષ, અંદાજપત્ર તેમજ સુધરેલ અંદાજપત્ર બનાવવું, ઓડિટ, રીકન્સીલેશન, જી.પી.એફ. ઉપાડ – પેશગી, મકાન તથા વાહન પેશગી, જૂથ વીમા અંગેની કામગીરી વગેરે જેવી હિસાબી તમામ કામગીરી આ શાખામાં કરવામાં આવે છે.
મુખ્ય કામગીરી
બીલ અંગેની કામગીરી
- અધિકારી વર્ગ તથા કચેરી સ્ટાફના ૫ગારબીલ બનાવવાં
- લાઇટબીલ, ટેલીફોન બીલ સહિતના કન્ટીજન્સી બીલ બનાવવાં
- રીફંડ અંગેના બીલ બનાવવાં
- પ્રવાસ ભથ્થા અંગેના બીલ બનાવવાં
- જી.પી.એફ. ઉપાડ તથા પેશગી અંગેના બીલ બનાવવાં
- જૂથવીમા અંગેના બીલ બનાવવાં
- ઉચ્ચક બીલો તથા વિગતવાર બીલો બનાવવાં
- તહેવાર પેશગી / અનાજ પેશગીના બીલ બનાવવાં
- સર્વિસ પોસ્ટલ સ્ટેમ્પના બીલો બનાવવાં
- ચાર્જ એલાઉન્સના બીલો બનાવવાં
- મોંઘવારી તફાવતના બીલો બનાવવાં
- પે ફિક્સેશન તથા એલ.પી.સી. અંગેની કામગીરી કરવી
પેન્શન કેસ
- રેગ્યુલર પેન્શન કેસ તૈયાર કરવા અંગેની કામગીરી
- કામચલાઉ પેન્શન કેસ તૈયાર કરવા અંગેની કામગીરી
- કુટુંબ પેન્શન કેસ અંગેની કામગીરી
- જી.પી.એફ. આખરી ઉપાડ અંગેની કામગીરી
- રજા પગારની ચૂકવણી અંગેની કામગીરી
- રીવાઇઝડ પેન્શન કેસ તૈયાર કરવા અંગેની કામગીરી
- નવી વર્ધિત પેન્શન યોજના અંગેની કામગીરી
જિલ્લા તિજોરી કચેરી સાથેના વ્યવહાર
- ઉપાડ અધિકારીશ્રીના ચાર્જની લેવડ – દેવડ અંગેના પત્રવ્યવહારને લગતી કામગીરી કરવી
- ઉપાડ અધિકારીશ્રીના ઓળખપત્ર અંગેની કામગીરી
- બિલોમા વાંધાઓની પૂર્તતા કરવી
- ૩૧/૩ તથા ૩૧/૭ ના રોજ બેન્ક તથા તિજોરી મોડે સુધી ચાલુ રાખવા બાબત
ખર્ચ ૫ત્રકો
- જુદા – જુદા સદરો અંગેના ખર્ચપત્રકો એકત્ર કરી સંકલિત કરવાં
- જુદા – જુદા સદરો અંગેના માસિક ખર્ચપત્રકો બનાવવાં
ઇન્કમટેક્ષ અંગેની કામગીરી
- પગાર પત્રકો તૈયાર કરવાં
- ઇન્કમટેક્ષના પત્રકો તૈયાર કરવાં
- ફોર્મ – ૧૬ તૈયાર કરવાં
- ત્રિ-માસિક પત્રકો તૈયાર કરવાં
- ઓડિટ પારા બાબત
- સરકારના વિવિઘ વિભાગો તરફથી આવતી જુદા-જુદા પ્રકારની ગ્રાન્ટની વહેંચણી
- પી.આર.બી. રજીસ્ટર નિભાવવું
- સમગ્ર જિલ્લાનું બજેટ તથા રીવાઈઝડ બજેટ બનાવવા અંગેની કામગીરી
- રોજમેળ તથા કેશબુક નિભાવવાં
- એ. જી. કચેરી, રાજકોટ તથા અમદાવાદ ખાતે રીકન્સીલેશનની કામગીરી
- સેવાપોથીઓ અદ્યતન કરવી તથા ઇજાફા છોડવા અંગેની કામગીરી