Close

Achievements

Edhara


ખાતેદારો ને પોતાનાં ગામેથી જ હક્ક પત્રક ઉપ્લબ્ધ

  • ખેડૂત ખાતેદારોને પોતાના ગામેથી જ કોમ્પ્યુટરાઇઝડ ગામ નમૂના નંબર ૭,૧૨,૮(અ)ખાતાનો ઉતારો,નં.૬ હક્કપત્રકની પ્રમાણિત નકલ સરળતાથી મળી રહે તે માટે સુરત જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. પરિણામ સ્વરૂપે સુરત જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએથી મહત્તમ ૮૫ થી ૯૦ ટકા નકલો ખાતેદારોને પૂરી પાડવામાં આવે છે. માહે : જુન-૨૦૧૧ થી સુરત જિલ્લો આ કામગીરીમાં રાજયમાં પ્રથમ ક્રમે રહી અગ્રેસર રહયો છે.

જુની નંબર-૬ ની નોંધો નુ સ્કેનીંગ

  • સુરત જિલ્લાના કુલ ૭૬૫ ગામોના તલાટી હસ્તલિખિત ગામ નમૂના નંબર ૬ના કટોની કુલ ૧૪ લાખ ફેરફાર નોંધોનું સ્કેનીગ ઝુંબેશ આદરી માત્ર ૪૯ દિવસમાં પૂર્ણ કરેલ છે.
  • ફેરફાર નોંધોનું સ્કેનીગ બાદ તેનું ક્રોપિંગ, મર્જિંગ, ક્લીનિંગ, ઇંડેક્ષિગ, અને પ્રિન્ટિંગ પ્રક્રિયાપૂર્ણ કરી, ૭૨૬ ગામોના પ્રિન્ટિંગની તલાટી ક્ક્ષાએ ૧૦૦ ટકા અને તાલુકાટીમ દ્વારા ૩૫ ટકા વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરાવી, વેરિફિકેશન દરમિયાન જણાયેલી ક્ષતીઑનો સુધારો પણ કોમ્પ્યુટર ડેટામાં આવરી લેવાયેલ છે.

વારસાઈ ઝુંબેશ

  • મહુવા તાલુકામાંવારસાઈ ઝુંબેશ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ.જે સંબંધે ગ્રામ પંચાયત કચેરીમાં વારસાઈ બાકી રહેલ ખાતેદારોને હાજર રાખી કાર્યવાહીની જરૂરી સમજ આપી સ્થળેથી જ અરજી સ્વીકારવામાં આવેલ છે. જેમાં કુલ ૩૩ ગામોમાંથી ૨૮૭ જેટલી વારસાઈ અંગેની નોંધો થયેલ છે.

 

Non-Agriculture


  • મહેસુલી વર્ષ :ર૦૧૦-ર૦૧૧ દરમ્‍યાન કુલ ૧૯૩ નવી અરજી પ્રાપ્‍ત થયેલ છે તથા પ૧૮ અરજીનો નિકાલ કરેલ છે તેની સામે ૧૦૦% રૂા. ૧,ર૭,૩૩,૧૯ર/- ની વસુલાત કરવામાં આવેલ છે.
  • મહેસુલી વર્ષ :ર૦૧૧-ર૦૧ર દરમ્‍યાન કુલ ર૧૩ નવી અરજી પ્રાપ્‍ત થયેલ છે તથા રપપ અરજીનો નિકાલ કરેલ છે તેની સામે ૧૦૦% રૂા. ૧,૩૦,૧૬,૭૩૦/- ની વસુલાત કરવામાં આવેલ છે.
  • મહેસુલી વર્ષ :ર૦૧ર-ર૦૧૩ દરમ્‍યાન કુલ ૩પ૭ નવી અરજી પ્રાપ્‍ત થયેલ છે તથા ૮૪૦ અરજીનો નિકાલ કરેલ છે તેની સામે ૧૦૦% રૂા. ૧,૪૦,૩૯,૭૮૯/- ની વસુલાત કરવામાં આવેલ છે.
  • મહેસુલી વર્ષ :ર૦૧ર-ર૦૧૩ દરમ્‍યાન અગાઉના પડતર કેસોના નિકાલ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી જેના પરિણામે નવા તથા જુના પડતર કેસો મળી કુલ ૮૪૦ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે તથા ચાલુ વર્ષ દરમ્‍યાન પણ મહત્‍તમ કેસોનો ઝડપી નિકાલ થાય તે મુજબનુ આયોજન કરેલ છે.